બંધ

આણંદ ખાતે તા. ૨૭ મી માર્ચના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત તારીખ : 06/03/2025

અરજદારો તા. ૧૦ મી માર્ચ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે

સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે

આણંદ, બુધવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૦૩/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે.

આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત પોટૅલ  swagat.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકશે.

અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૩/૨૦૨૫ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનું નામ તથા સરનામુ અને સંપર્ક નંબર અથવા પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.

જે અરજદારોના પ્રશ્નો જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોને તા.૨૭/૦૩/૨૦૨૫ ના ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે જાતે નામ નોંધણી કરાવીને  કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, આણંદ ખાતે રૂબરૂ  હાજર રહેવા નિવાસી અધિક કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.