બંધ

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ

પ્રકાશિત તારીખ : 01/03/2025

જો ડીજેનો અવાજ વધુ પડતો હશે તો તે વાહનને જપ્ત કરાશે.

ધ્વની પ્રદુષણ નિયંત્રણના કાયદાનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરાશે.

શૈક્ષણિક નગરી આણંદમાં ધ્વની પ્રદુષણ અંકુશમાં રહે તે માટે ડી.જે. માલિકોને તાકીદ કરતાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી.

સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક/સંચાલક/operatorને મંજૂરી નહી અપાઈ.

આણંદ, શુક્રવાર: આણંદ શહેર અને જિલ્લાના નાગરીકો દ્વારા ડી.જે. સાઉન્ડના વધારે પડતાં અવાજની ફરીયાદોના અનુસંધાને આણંદ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ડી.જે.ના માલિક/સંચાલક/ઓપરેટર તેમજ પાર્ટી પ્લોટના માલિક/સંચાલકોની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં આણંદ મ્યુ.કમિશનરશ્રી મિલિંદ બાપના, પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી આર. એસ. દેસાઈ, એ.આર.ટી.ઓ.શ્રી તથા જી.પી.સી.બી.ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહયાં હતા.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ પાર્ટી પ્લોટના માલિકો અને ડી.જે. માલિકોને શૈક્ષણિક નગરી આણંદમાં ધ્વની પ્રદુષણ ના થાય તે માટે તકેદારી રાખવા તાકીદ કરી હતી. તેમણે હાલમાં એસ.એસ.સી. તથા એચ.એસ.સી. ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વાંચનમાં ખલેલ ન પહોંચે તે માટે દિવસ તથા રાત્રીના સમય દરમ્યાન ડી.જે. ના વધારે અવાજ ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. વધારે પડતા અવાજના કારણે વૃધ્ધ નાગરીકો, નાના બાળકો સહિતના લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે, ઉપરાંત શાળા/કોલેજો તથા હોસ્પિટલ નજીક મોટેથી વાગતા ડી.જે.ના કારણે દર્દીઓના સ્વાસ્થ્ય તથા શાળાના શિક્ષણકાર્ય ઉપર વિપરત અસર થાય છે.

જિલ્લા કલેકટરશ્રીએ હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત વિસ્તાર (Silent Zone) તરીકે ગણવામાં આવે છે, તેમ જણાવી શાંત વિસ્તાર (Silent Zone) ની આજુબાજુમાં માઈક સીસ્ટમનો તથા ધ્વની પ્રદુષણ ઉત્પન્ન કરતાં સાધનોનો ઉપયોગ ન  કરવા તાકીદ કરી હતી.

તેમણે આ તકે ડી.જે તથા સાઉન્ડ સીસ્ટમની પરવાનગી આપતા સમયે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તા.૦૩/૧૨/૨૦૧૯નાં નોટિફિકેશના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે, તેમ જણાવી ધ્વની પ્રદુષણના નિર્ધારિત કરવામાં આવેલ માપદંડો પ્રમાણે મર્યાદામાં ડીજે/લાઉડસ્પીકર વગાડવા ખાસ ભારપુર્વક જણાવ્યું હતુ. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, જો તેમ કરવામાં નહી આવે અને ધ્વનિ પ્રદૂષણને લગતી ફરિયાદ મળશે તો તેવા સંજોગોમાં વાહન જપ્તી સહિતની કાર્યવાહી કરાશે અને ડીજે માલીકને રૂપિયા ૪૨ હજારથી વધુનો દંડ પણ થશે.

કલેકટરશ્રીએ સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક/સંચાલક/operatorને મંજૂરી આપવામાં આવશે નહી. D.J ઉપર વિવિધ LED, લાઈટફીટીંગ્સ, ફ્લેશરથી White bleaching થઈ આંખો (Retina) ને નુક્શાન થાય છે, તેમજ આંખો અંજાઈ જવાથી રોડ ઉપર અકસ્માત થઈ શકે તેમ હોય તેનો બિનઅધિકૃત વપરાશ નિવારવા તથા લાઉડસ્પીકર અને વાજીંત્રો વગાડવા અંગે ફરીયાદ/રજુઆત મળ્યેથી તાત્કાલિક જી.પી.સી.બી, પોલીસ તથા આર.ટી.ઓ દ્વારા ડી.જે વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતુ.

બેડઠકમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી તેમજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપી આણંદ જિલ્લામાં ધ્વની પ્રદુષણ ના ફેલાય તે માટે ડી.જે. સંચાલકોને તાકિદ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ 1

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ 2

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ 3

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ 4

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ 5

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ 4