જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત તારીખ : 01/03/2025
આણંદ,શુક્રવાર: કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ જનરલ હોસ્પિટલ ( સિવિલ) ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં વિવિધ ઠરાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિના ફંડ, પ્રધાનમંત્રી જનઆરોગ્યના કેસો, ઓપીડી તેમજ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત વિગતો સહિત નવી મશીનરી ખરીદ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સિવિલ હોસ્પિટલ આણંદના સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યાએ જિલ્લા આરોગ્ય વિભાગને લગતી વિસ્તૃત વિગતોથી જિલ્લા કલેક્ટરશ્રીને અવગત કર્યા હતા.
આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યો સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
