બંધ

આણંદ જિલ્લામાં 30 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે એનસીડી સ્ક્રીનિંગ અભિયાનનો આજથી પ્રારંભ

પ્રકાશિત તારીખ : 20/02/2025

તા.૩૧ મે સુધી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તપાસ અભિયાન ધરાશે

આણંદ,ગુરૂવાર:: જિલ્લા આરોગ્ય વિભાગ-આણંદ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન મુજબ હાઈપરટેન્શન (ઉચ્ચ રક્તદબાણ) અને ડાયાબિટીસ (મધુમેહ) જેવા નોન- કોમ્યુનિકેબલ ડિસીઝ ડિસિઝ (NCD) માટે વિશેષ તપાસ અભિયાન તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિના આરોગ્યની હાઈપરટેન્શન અને ડાયાબિટીસની પ્રાથમિક તપાસ કરી, શરૂઆતમાં જ રોગ નિદાન અને યોગ્ય સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી છે.

આ અભિયાનથી હાઈપરટેન્શન અને ડાયાબિટીસનું તટસ્થ નિદાન શક્ય બનશે, જેનાથી ગંભીર આરોગ્ય પરિણામો અટકાવી શકાશે. વધુ માહિતી માટે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકાશે.
આથી, તમામ નાગરિકોને આ અભિયાનનો લાભ લેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.