બંધ

ઇતિહાસ

બ્રિટિશ શાસન 15/8/1947 ના રોજ પૂરું થયું અને ભારત સ્વતંત્ર બન્યું.નવી સરકારે શાહી રાજ્યોને મુંબઈ રાજ્યમાં એકીકૃત કર્યો. ખેડા જિલ્લો 1/8/1949 ના રોજ અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ, અમુક તાલુકાઓના ગામોમાં કેટલાક ફેરફારો થયા હતા અને જિલ્લાના જુદા જુદા તાલુકાઓ માટે 15/10/1950 સુધી ગામો ઓળખાયા હતા. ખેડા જિલ્લામાં ખંભાત, પેટલાદ, બોરસદ, આણંદ , નડિયાદ, માતર, મહેમદાવદ, કપાવાદવાન, થાસારા અને બાલશિનોર તાલુકાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે 1/10/97 ના રોજ છ નવા જિલ્લાઓનું નિર્માણ કર્યું છે અને ખેડાના અલગ જિલ્લા તરીકે આણંદનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લો જેનું નામ “શ્વેતક્રાંતિ” અને મોટા પાયે થયેલા સહકારી ક્ષેત્રના વિકાસના કારણે અર્વાચીન ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે તે મૂળત: બૃહદ ખેડા જિલ્લાનો એક ભાગ હતો. ૧૯૯૭ માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે આણંદ જિલ્લાનો ઈતિહાસ કાંઈ બહુ જુનો નથી. પણ ચરોતર (વાયકા પ્રમાણે ખેડા જિલ્લાનું બીજું પ્રચલિત નામ) ના એક ભાગ રૂપે આણંદ પાસે એક સમૃદ્ઘ વારસો છે. આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદેશમાં વસવાટ કરતા લોકો દ્વારા બોલવામાં આવતી ભાષાને પણ ચરોતરી તરીકે ઓળખવામાં આવે છે. ચરોતર શબ્દ સંસ્કૃત શબ્દ “ચારુ” પરથી આવેલ છે, જેનો અર્થ છે, “સુંદર”. આ ભૂમિ એટલી ફળદ્રુપ, ઉપજાઉ અને હરિયાળી થી હરી-ભરી છે કે આંખોને ઠંડક આપે છે અને તેથી જ તે ચરોતર કહેવાઈ છે.

ઉત્તરે મહિસાગર જિલ્લાથી, દક્ષિાણે ખંભાતના અખાતથી, પૂર્વમાં પંચમહાલથી, દક્ષિણે પૂર્વે વડોદરા જિલ્લાથી અને પશ્વિમે ખેડા જિલ્લાથી ઘેરાયેલ આણંદ જિલ્લો મધ્યમાં વિરાજે છે. આખો વિસ્તાર ફળદ્રુપ અને સમૃદ્ઘ હોવા છતાં, ખંભાત અને તારાપુર તાલુકાનો કેટલોક વિસ્તાર દરિયાકાંઠાની ક્ષારયુકત જમીનને કારણે ખેત-ઉત્પાદનની દ્રષ્ટિએ ઓછો ફળદ્રુપ છે. આમ છતાં, ભાલ પ્રદેશના ઘઉં તેની ઉચ્ચ ગુણવત્તા માટે પ્રખ્યાત છે. આણંદ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની પણ જન્મભૂમિ રહી છે. ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ભાઇ વિઠ્ઠલભાઈ પટેલ પણ આણંદના કરરમસદ નગરના જ પનોતા પુત્ર હતા.

અમુલ, શિક્ષણધામ વલ્લભ વિધાનગર, ઇરમા અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના કારણે પ્રખ્યાત આણંદ જિલ્લામાંથી સૌથી વધુ બિન-નિવાસી ગુજરાતી કુટુંબો વિશ્વના ખૂણે ખૂણે વસેલા છે.

 

આણંદ પર એક નજર

આણંદ ભારતની દૂધની રાજધાની તરીકે ઓળખાય છે. તે અમૂલ ડેરી અને તેની દૂધ ક્રાંતિ માટે પ્રસિદ્ધ બન્યા.આ શહેર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF), નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઈન્ડિયા(NDDB), જાણીતી બિઝનેસ સ્કૂલ – ઇરમા અને આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની મુખ્ય કચેરી ધરાવે છે.શહેરના અન્ય પ્રખ્યાત શૈક્ષણિક હબ વલ્લભવિદ્યાનગર અને કરમસદ છે, જે આણંદના શૈક્ષણિક ઉપનગર છે, જે સમગ્ર ભારતમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓની નજીક છે