એકતા દિવસના અવસરે કરમસદ – આણંદ નગર રોશનીથી સુશોભિત કરાયું
પ્રકાશિત તારીખ : 01/11/2025
સરદાર પટેલના નિવાસસ્થાન સહિતના વિવિધ જાહેર સ્થળો રોશનીથી ઝગમગયા
આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રી મિલિંદ બાપના ના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સરદાર પટેલની જન્મજયંતીના અને એકતા દિનના અવસરે નગરને રોશનીથી ઝગમગાવ્યુ હતું.
વિશેષ કરીને કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ સ્થાને આકર્ષિત રોશની કરીને એકતા દિવસની ઉજવણી કરાઈ હતી.આ ઉપરાંત મહાનગરપાલિકા કચેરી સહિતના વિવિધ સ્થળોએ પણ રોશની કરવામાં આવી હતી.
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલ સાહેબ ની જન્મ જયંતિ ના અવસરે નગરને સજાવવામાં આવ્યું હતું અને રોશની થી ઝગમગગાવીને સરદાર પટેલ સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૫૬૨ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરીને સરદાર પટેલના સરાહનીય કાર્યને આજની પેઢી સુધી પહોંચાડવા માટે તેમની જન્મજયંતિના અવસરે આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલ તથા કર્મચારીઓ દ્વારા સરદાર સાહેબના ઘર અને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ સરદાર સાહેબના સ્ટેચ્યુ ઉપર શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.