બંધ

મધ્યાહન ભોજન

મધ્યાહન ભોજન

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં શરૂ થઇ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.

મુખ્ય કામગીરી


  • આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો છે..
  • બાળકોમાં પોષણ વધારવું-બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું.
  • સમાજના ગરીબ વિધ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃતિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે.
  • શાળાઓમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિધ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો હેતુ છે.
  • આ યોજનાનો ગૌણ હેતુ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે.

સેવા શ્રેણી : મધ્યાહન ભોજન યોજનાનું જીલ્લા કક્ષાએ સંચાલન કરવું.

સંબંધિત શાખા : ગાંધીનગર કક્ષાએ કમિશનરશ્રી, મભોયો અને તેની ઉપર તાલુકા કક્ષાની મધ્યાહન ભોજન યોજના શાખા.

 

વિગતવાર માહિતી

ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં શરૂ થઇ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો ૨૫% તથા કેન્દ્ર સરકારનો ૭૫% હિસ્સો છે. સરકાર સંચાલિત અને સ્થાનિક પ્રાથમિક ઉચ્ચતર પ્રથમિક શાળાઓમાં શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.

યોજનાની કડીઓ

  • જીલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ અનાજની ફાળવણી કરવી.
  • મામલતદાર કક્ષાએથી મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોને પરમીટ આપવી.
  • ગ્રાન્ટ મેળવવી અને તેની ફળવણી કરવી.
  • અનાજના જથ્થાનું અને અનાજના જથ્થાના સંચાલન ખર્ચનું ચુકવણું કરવું. કૂકીંગ કોસ્ટ

વિદ્યાર્થીઓની કૂકીંગ કોસ્ટ

અ. નં. વિગત ધોરણ ૧ થી ૫ ધોરણ ૬ થી ૮
જથ્થાનું પ્રમાણ દર (રૂ) માં જથ્થાનું પ્રમાણ દર (રૂ) માં
શાકભાજી ૫૦ ૧.૨૨ ૭૫ ૧.૮૪
ગેસ ૦.૬૧ ૦.૯૦
દળામણ ૫૦ ૦.૦૫ ૭૫ ૦.૦૮
કુલ ૧.૮૮ ૨.૮૨

વિદ્યાર્થીઓનું મધ્યાહન ભોજનનું દૈનિક પ્રમાણ

અ. નં. વિગત દૈનિક જથ્થો (ગ્રામમાં)
ધોરણ ૧ થી ૫ ધોરણ ૬ થી ૮
ઘઉં/ચોખા ૧૦૦ ગ્રા ૧૫૦ ગ્રા
દાળ/કઠોળ ૨૦ ગ્રા ૩૦ ગ્રા
શાક્ભાજી ૫૦ ગ્રા ૭૫ ગ્રા
તેલ ૧૦ ગ્રા ૧૦ ગ્રા
કુલ ૧૮૦ ગ્રા ૨૬૫ ગ્રા

આણંદ જિલ્લામાં અપાતું સાપ્તાહિક મેનું

વાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર
વાનગી મિક્સ ઘઉંની ફાડા ખીચડી/દાળ-ઢોકળી દાળ-ભાત દાળ-ઢોકળી ખીચડી અને શાક અને ૪:૦૦ કલાકે સુખડી મીક્ષ-ખીચડી સુખડી / લાપસી